DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોના માધ્યમથી વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવા બાબતની મીટીંગ

ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોના માધ્યમથી વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવા બાબતની મીટીંગ પ્રતિ, કો-ઓર્ડીનેટરશ્રી, કૌશલ્ય વર્ધન કેન્દ્ર તા-૦૧-૦૬-૨૦૧૩ ના રોજ માનનીય મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ મીટીંગમાં નક્કી થયા મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓ ખાતે વ્યાવસાયિક અભ્યાસક્રમો નજીકના કૌશલ્ય વર્ધન કેન્દ્રોની મદદથી શરૂ કરવાના રહે છે. પ્રાથમિક તબક્કે કમિશનર રોજગાર અને તાલીમ ની કચેરી તથા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની તબક્કાવાર બેઠકોમાં નક્કી થયા મુજબ રાજ્યની ૫૦૦ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં આ વ્યાવસાયિક અભ્યાસક્રમો પૈકી હાલમાં લાઈફ સ્કીલ તેમજ eMPOWERનાં અભ્યાસક્રમો શરૂ કરવાના રહે છે. શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકના કમિશનર રોજગાર અને તાલીમ તળે ચાલતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની ભુમિકા આ Edu-Skill તાલીમ કાર્યક્રમ માટે મેન્ટર (માર્ગદર્શક) તરીકેની રહેશે. જ્યારે સમગ્ર તાલીમ કાર્યક્રમનું અમલીકરણ પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકના સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરાવવાનું રહેશે. જે તે કૌશલ્ય વર્ધન કેન્દ્રની નજીકની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓએ પરસ્પર સંપર્કમાં રહીને લાઇફ સ્કીલ તથા eMPOWER ના અભ્યાસક્રમો શરૂ કરવાના થાય છે.હાલમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં આઉટસોર્સીંગ ફેકલ્ટી દ્વારા તાલીમ આપવામાં આવે છે. તે મુજબ ૫00 ઉચ્ચતર પ્રાથમિક શાળામાં પણ કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતેથી ટ્રેનર પુરાપાડવાનું આયોજન છે. તા-૧૩,૧૪,૧૫ જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ દરમિયાન માનનીય મુખ્ય મંત્રીશ્રી , માનનીય મંત્રીશ્રીઓ, ,માનનીય ધારાસભ્યશ્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોની મુલાકાત સમયે લાઇફ સ્કીલ તથા eMPOWER ના અભ્યાસક્રમોનુ ઉદઘાટન કરવાનુ આયોજન છે જે માટે માનનીય કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યનાતમામ કૌશલ્ય વર્ધન કેન્દ્રોના કો-ઓર્ડીનેટરની મીટીંગ તા.૧૦-૦૬-૨૦૧૩ ના રોજ રાખેલ છે. જેનું સ્થળ તથા સમય હવે પછી જણાવવામાં આવશે. હાલમાં તમારીકક્ષાએથી નીચે મુજબની કામગીરી કરવાનીરહે છે. ૧. કુલ ૫૦૦ શાળાઓ કે જ્યાં પ્રાથમિક તબક્કામાં લાઇફ સ્કીલ તથા eMPOWER ની તાલીમ શરૂ કરવાની છે તે શાળાઓની યાદી તેના શાળા કક્ષાએથી સંકલન કરનાર કો-ઓર્ડીનેટરની યાદી તથા જે તે શાળાને કયા કેવીકે સાથે સંલગ્ન છે તેની યાદી દર્શાવતું પત્રક આ સાથે સામેલ છે. ૨. પસંદ કરવામાં આવેલ પ્રાથમિક શાળાનીમુલાકાત લેવાની રહેશે. ઇન્ટરનેટની સુવિધા સહિતના ૧૦ કોમ્પ્યુટર વર્કીંગકન્ડીશનમાં છે કે નહી તથાeMPOWER ની તાલીમ માટે યોગ્ય છે કે કેમ ? ૩. જરૂરી ઇન્ટરનેટ તથા લેનની માળખાકીયસુવિધા ઉપલબ્ધ છે કે કેમ ? ૪. જે તે પ્રાથમિક શાળા ખાતેથી લાઇફ સ્કીલ અભ્યાસક્રમ માટેની સગવડ તેમજ અત્રેથી કોર્ષનુ બાસ્કેટ (ગૃપ ઓફ ટ્રેડ) બનાવેલ છે તેમાં કોઇ સુધારા વધારા હોય તો તેની વિગતો ૫. eMPOWER તાલીમ કાર્યક્રમ ચલાવવામાટે પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૧ થી ૧ તેમજ સાંજે ૩ થી ૫ તેવા બે સ્લોટ્માં બે બેચ રહેશે. આ અમલીકરણથી સદર ૪૦ કલાકનો અભ્યાસક્રમ ૧૦ તાલીમાર્થીઓ લેખે દૈનિક બે બેચ ગણતાં તાલીમ કામકાજના ૨૦ દિવસમાં ૨૦ તાલીમાર્થીઓને તાલીમ આપવાની રહેશે. જેથી માસિક ૧ શાળા દીઠ ૨૦ વિદ્યાર્થીઓતાલીમ લઈ શકશે. તે પ્રકારનુ આયોજન પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે મળી કરેલ છે જે બાબતે જરૂરી સુચનો અથવા પોતાનીઅનુકુળતા મુજબ પણ મોડ્યુલ ગોઠવી શકશે જે અંગેની વિગતો લાવવાની રહેશે. ૬. સદર તાલીમ કાર્યક્રમના અમલીકરણ અંગે અન્ય સુચનો Thanking You, KVK Branch Commissionerateof Employment and Training, Block No 1 Third Floor Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar 382010 kvkadtdet@gmail.com http:// www.talimrojgar. org/
Reviewed by UMATIYA ATAULLA on 08:23 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.