DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

મહેસાણા જિલ્લામાં ધો.૬થી ૮માં ૬૮પ શિક્ષકોની ઘટ
જિલ્લામાં શિક્ષકો વિના પ્રાથમિક શિક્ષણ બન્યું 'ભારરૂપ’
બાળકના ઘડતર માટે પ્રાથમિક શિક્ષણને પાયારૂપ માનવામાં આવેછે. પરંતુ આજે પ્રાથમિક શિક્ષણ સામે સવાલ ખડા થયા છે. પુરતા શિક્ષકો વિના ઉચ્ચ પ્રાથમિક વિભાગના બાળકોનું ભણતર અટવાઇ રહ્યું છે. ધો.૮ને પ્રાથમિક શિક્ષણમાં સમાવી તો લેવાયું છે પરંતુ પુરતા શિક્ષકો હજુ મુકાયા નથી. જિલ્લામાં ધો.૬થી૮માં અંદાજે ૬૮પ જેટલા શિક્ષકોની નોંધપાત્ર ઘટ હોવાનું બહાર આવ્યું છે.
શિક્ષકોની ઘટને લીધે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવાનો કુકસ ગામનો કિસ્સો તાજો જ છે. શિક્ષકો વિના બાળકોનું ભણતર અટવાતું હોવાથી રોષે ભરાયેલા ગામલોકોએ મંગળવારે શાળાના મુખ્ય પ્રવેશ દ્વારને તાળુ મારી દીધું હતું. આ ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે ત્યાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ૯૮૭ જેટલી પ્રાથમિક શાળાઓમાં ૭પ૩૪ જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. પરંતુ મંજૂર મહેકમની સામે ૬૧૦ જેટલા શિક્ષકોની ઘટ વરતાઇ રહી છે. જેમાં સૌથી ખરાબ હાલત ધો.૬થી૮ના ઉચ્ચ પ્રાથમિક વિભાગની છે.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ ૨૦૧૦-૧૧થી અત્યારસુધી તબક્કાવાર ૬પ૨ જેટલી પ્રાથમિક શાળાઓમાં ધો.૮ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી પુરતા શિક્ષકો નથી મુકાયા,હજુ ૬૮પ જેટલા શિક્ષકોની ઘટ છે. ધો.૬થી૮માં ૨૯૪૪ શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલ છે. જેની સામે ૨૨પ૯ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. શિક્ષકોની ઘટને લીધે શિક્ષણકાર્ય પર માઠી અસર પડી રહી છે. છતાં તંત્ર દ્વારા 'સબ સલામત હૈ’ગાણાં ગવાઇ રહ્યાં છે.
Reviewed by UMATIYA ATAULLA on 03:50 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.