DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

રાજ્‍યમાં ધો. ૧ થી ૫ માટે ૨૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી થશે:

રાજ્‍યમાં ધો. ૧ થી ૫ માટે ૨૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી થશે:

ગાંધીનગર તા. ૨૯ : રાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી પમાં વધારે ઘટ ધરાવતા તાલુકાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ર૦૧૩-૧૪ માટે જ ખાસ કિસ્‍સામાં ર૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે. બાળકોનું શિક્ષણ સુધરે તે દ્દેશથી પી.ટી.સી./ડી.ઇએલ.ઇડીની લાયકાત ધરાવતા અને પ્રાથમિક વિભાગ માટેની શિક્ષણ યોગ્‍યતા કસોટી(TET)પાસ કરેલ બેરોજગાર મેદવારોને નોકરી મળે તે હેતુથી વિદ્યા સહાયકોની ભરતી કરાશે.

રાજ્‍યમાં ધોરણ ૧ થી પમાં ઘટ ધરાવતા તાલુકાઓમાં અમદાવાદના
રાણપુરમાં-રર,
ધંધુકામાં-૭,
વડોદરા કવાટમાં-૧૧પ,
છોટાદેપુરમાં-૧૦ર,
રાજકોટના માળીયામીયાંણામાં-૮પ,
વાંકાનેરમાં-ર૩,
જસદણમાં-ર૧,
દાહોદમાં-૧૩૬,
ગરબાડામાં-૧૩૩,
ધાનપુરમાં-૧૧પ,
ઝાલોદમાં-૧પ,
સાબરકાંઠાના ખેડબ્રહ્મ ામાં-૧૯પ,
જૂનાગઢના નામાં-૧૯,
પાટણના સાંતલપુરમાં-૮પ,
ભાવનગરના મહુવામાં-૭૪,
જામનગરના કલ્‍યાણપુરમાં-૧૩૮,
ખંભાળીયામાં-૧૩૬,
દ્વારકામાં-૬૯,
ભાણવડમાં-૩૬,
કચ્‍છના લખપતમાં-૪૭,
રાપરમાં-૩૯,
અબડાસામાં-૩૧,
મુન્‍દ્રામાં-ર૧,
ભરૂચના જંબુસરમાં-૩૪,
વલસાડના કપરાડામાં-૧ર૩,
મરગામમાં-૧પ,
બનાસકાંઠાના થરાદમાં-૬૦,
વાવમાં-ર૧,
સુરેન્‍દ્રનગરના ચોટીલામાં-૧પ અને
ડાંગના સુબીરમાં-૬૦,
આહવામાં-૮ એમ કુલ મળીને ર૦૦૦ વિદ્યા સહાયકોની જગ્‍યાઓ મંજૂર કરવામાં આવી છે, તેમ શિક્ષણ વિભાગના તા. ર૧-૧-ર૦૧૪ના ઠરાવમાં જણાવાયું છે.
રાજ્‍યમાં ધો. ૧ થી ૫ માટે ૨૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી થશે: રાજ્‍યમાં ધો. ૧ થી ૫ માટે ૨૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી થશે: Reviewed by UMATIYA ATAULLA on 06:29 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.