DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

ધો.૧થી ૫ના પીટીસી-ગ્રેજ્યુએટ શિક્ષકો બદલી કેમ્પોથી વંચિત
--------------------------------------------------------------
વર્ષોથી દૂરના વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ધો.૧થી ૫નાં છાત્રોને ભણાવતા શિક્ષકોનો બદલી કેમ્પોમાં સમાવેશ કરાયો નથી. રાજયના પ્રા
થમિક શિક્ષણ વિભાગે બદલી માટે પ્રથમ તક ધો.૬ થી ૮માં ફરજ બજાવતા શિક્ષકોને આપી છે અને જૂના શિક્ષકોમાં અન્યાયની લાગણી પ્રવર્તી રહી છે. નોંધપાત્ર છે કે, રાજયના કેટલાક જિલ્લાઓમાં બદલી કેમ્પ થઈ ગયા છે અને અન્ય જિલ્લાઓમાં સોમવારથી શરૂ થાય છે. ધો.૬થી ૮ના વિકલ્પ કેમ્પોમાં સમાવિષ્ટ ન કરાતાં રોષ શિક્ષકોને સિનિયોરિટીનો લાભ આપવા રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ જ પરિણામ નહીં ધો.૧ થી ૫માં શિક્ષકો તરીકે ફરજ બજાવતાં પીટીસીની લાયકાતવાળા શિક્ષકો વર્ષોથી અંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવે છે. તેમનો તાજેતરના બદલી કેમ્પોમાં સમાવેશ કરાયો નથી. આ અંગે રજૂઆત કરવા છતાં તેમને પ્રત્યુત્તર મળે છે કે આ કેમ્પ ૬ થી ૮ના શિક્ષકો માટે છે. આવા શિક્ષકોને બદલી કેમ્પોમાં સિનિયોરિટીનો લાભ આપવા રાજય સરકારમાં પણ રજૂઆત કરાઈ હોવા છતાં પરિણામ મળ્યું નથી. આમ, ૫ કે ૨૫ વર્ષથી ધો.૧ થી ૭ સુધીમાં બાળકોને ભણાવનાર શિક્ષકોને સિનિયોરિટીનો લાભ આપી બદલી કેમ્પોમાં સમાવવા જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે. આ ઉપરાંત, પીટીસી બાદ બીએ કે બી.એસ.સી સુધીનો અભ્યાસ કરનાર શિક્ષકોને પણ આ બદલી કેમ્પોથી વંચિત રાખવામાં આવ્યા છે. જેના કારણે આ શિક્ષકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. આગામી બદલી કેમ્પોમાં ધો.૧ થી ૫માં ભણાવતા પીટીસીની લાયકાતવાળા શિક્ષકોને લાભ મળે તે જરૂરી છે.
Que :
------
1) બદલી કેમ્પમાં આ શિક્ષકોને વંચિત રાખવા હતા તો અગાઉ લાભ આપ્યો અને હવે નહી તો કેમ્પની સૂચના માં તેનો ઉલ્લેખ કેમ ન કરવામાં આવ્યો .

2) મૌખિક સૂચના ને આધારે કેમ્પ વિકલ્પ વાળાઓને બેસવા ન દેવા માટે કોઈ પણ પ્રકાર ના નિયમો નું પાલન કરાવા માટે તેઓને લેખિત માં પણ આપવાનું મુનાસિફ ન સમજયું.

3) તેમની સીનીયોરિટી મૂળ શાળાની પણ ના ગણી ને વિકલ્પ વાળા પરિપત્રનું પણ ઉલ્લ્ન્ધ્ન કર્યું તેમાં અગાઉના બદલીના નિયમોને ધ્યનમાં લેધા સિવાય તેમણે પહેલા મૂળ શાળામાં સમાવવા ત્યાર બાદ પે સેન્ટરની શાળામાં અને ત્યાર બાદ તાલુકાની શાળામાં જ સમાવવા ...તો તેમની આટલા વર્ષોની સીનીયોરીટી ને નવેસરથી ગણી ને તમામ નિયમોનું ઉલન્ધ્ધ્ન કરવામાં આવેલ અને બદલી કેમ્પમાં બેસવા પણ ન દીધા . ના તો 1 થી 5 માં બદલી નો લાભ ના મળ્યો કે નાતો 6 થી 8 માં .

4) સામાજીક વિજ્ઞાન વિષયની ભરતી જ નથી થઈ તો તેમના રેગ્યુલર ભરતી કેમ્પ યોજીને શું સાબિત કરવા માંગતા હતા કે સામાજીક વિજ્ઞાન વિષયના બદલી કેમ્પમાં એકપણ શિક્ષકે ભાગ ના લીધો ????????

જાગો અને વિકલ્પવાળા મિત્રો લડત આપો
Reviewed by UMATIYA ATAULLA on 07:37 PM Rating: 5

2 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

Tamari sathe hu sahamat 6u.

અજ્ઞાત કહ્યું...

Aa No javab Koi Aapi Sake Teva Kon Adikari Che?

Blogger દ્વારા સંચાલિત.