DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ***
ચૂંટણીપંચે રાજ્યમાં ખાલી પડેલી લોકસભાની બે બેઠકો અને વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ બીજી જૂને લોકસભાની 2 અને વિધાનસભાની 4બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. પેટાચૂંટણીનો કાર્યક્રમ વિગતવાર જોઈએ તો 8મી મેએ ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. જે બાદ પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 15મી મે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ નક્કી કરાઈ છે. તો બીજી જૂને મતદાન યોજાશે અને 5મી મેએ મત ગણતરી હાથ ધરાશે. લોકસભાની બનાસકાંઠા,પોરબંદર અને વિધાનસભાની મોરવાહડફ, લીંબડી, ધોરાજી અને જેતપુર બેઠકની પેટાચૂંટણીઓ યોજાશે. એટલે કે રાજ્યના પાંચ જિલ્લાઓમાં મે અને જૂન મહિનામાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળશે.
Reviewed by UMATIYA ATAULLA on 09:51 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.