DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

7th Pay Commision Structure

કેન્દ્રીય કર્મચારીઓ આનંદો: 7મા પગારપંચની રચનાને મંજૂરી
તાજેતરમાં જ કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો આપીને ખુશખુશાલ કરી દેનાર કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને વધુ એક ભેટ આપી છે. વડાપ્રધાને સાતમા પગાર પંચની રચનાને મંજૂરી આપતાં કેન્દ્રીય કર્મચારીઓમાં ખુશીની લહેર દોડી ગઇ છે. આ નવા પગારપંચની ભલામણો 1લી જાન્યુઆરી-2016થી લાગુ કરવામાં આવશે. છેલ્લે કેન્દ્ર સરકારે 5મી ઓક્ટોબર-2006માં છઠ્ઠા પગાર પંચની રચના કરી હતી અને ત્યારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા, ઘરભાડુ, પ્રવાસભથ્થુ, બોનસ અને અન્ય ભથ્થાઓને રિવાઇઝ કરવામાં આવ્યા હતાં.
કેન્દ્ર સરકાર પાસે ઘણા સમયથી સાતમા પગાર પંચની રચનાની માગણી કેન્દ્રીય કર્મચારીઓના જુદા જુદા સંગઠનો દ્વારા કરવામાં આવતી હતી. જો કે થોડા સમય પહેલા કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી નમોનારાયણ મીનાએ કહ્યું હતું કે પ્રત્યેક પગારપંચના સમયગાળામાં 10 વર્ષનો ગેપ હોવો જરી છે.
કેન્દ્રીય કર્મચારીઓએ સાતમા પગાર પંચની રચનાની માગણીની સાથે સાથે કર્મચારીના મુળ પગારમાં 50 ટકા મોંઘવારી ભથ્થાને ભેળવી દેવાની પણ માગણી કરી હતી. જો કે કેન્દ્ર આ માગણી સ્વિકારવા તૈયાર નથી. કેન્દ્રએ પણ એવું કહ્યું છે કે છઠ્ઠા પગારપંચે આ પ્રકારની માગણી નકારી કાઢી છે.
હવે જ્યારે વડાપ્રધાને આજે સાતમા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે ત્યારે કર્મચારીઓની કેટલી માગણી નવા પગારપંચ દ્વારા સ્વિકારવામાં આવે છે તેના ઉપર કર્મચારીઓની મીટ મંડાયેલી છે.
સાતમા પગાર પંચની રચનાથી કેન્દ્રના લગભગ 54 લાખ કર્મચારીઓને ફાયદો થવાની આશા છે.
7th Pay Commision Structure 7th Pay Commision Structure Reviewed by UMATIYA ATAULLA on 06:36 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.