ગુજરાતની એકપણ પ્રાથમિક શાળાબંધ કરવામાં આવશે નહીં
- શિક્ષણ વિભાગ જીસીઆરટીમાં આજે મળેલી બેઠકમાં નિર્ણય
રાજ્યની પ્રાથમિક આશરે ૮પ૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ઓછી સંખ્યા હોવાથી
તેને બંધ કરીને નજીકની શાળામાં ભેળવવાની તજવીજહાથ ધરવામાં આવી હતી. એકથી
ત્રણ કિમીની સુધીની શાળામાં ૧૦૦થી ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓનેમર્જ
કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. કેટલીક શાળાઓમાં આંગળીના ટેરવે ગણી શકાય
તેટલા વિદ્યાર્થીઓ હોવાથી આવી શાળાઓને પણ બંધ કરવાની વિચારણા કરાઇ હતી. આ
સંદર્ભે આજે જીસીઇઆરટીમાં પ્રાથમિક શિક્ષણ અગ્રસચિવની આગેવાનીમા મળેલી
એકબેઠકમાં તમામ શાળાઓને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો