DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

ધો.૧ થી૫માં પ્રાથમિક શિક્ષકોની ભરતી નહીં કરાતા નામદાર હાઈકોર્ટ સમક્ષ શિક્ષકોનો ઘા

ધો.૧ થી૫માં છેલ્લા ચાર વર્ષથી પીટીસી ઉમેદવારોની ભરતી થતી નથીતેમજ એક વરસથી ટેટની પરીક્ષા આપેલ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની ભરતી નહીં કરાતા નામદાર હાઈકોર્ટ સમક્ષ શિક્ષકોએ ઘા નાખ્યો છે. બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાના પ્રાથમિક શિક્ષણના શિક્ષકોએ અગાઉ ડાયરેક્ટર ઓફ પ્રાઈમરી એજ્યુકેશન તેમ જ રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરેલ હતી કે, પ્રાથમિક વિભાગમાં શિક્ષકની ભરતી છેલ્લા ચાર વરસથી કરવામાં આવેલ નથી તેમ જ ટેટની પરીક્ષા પાસ કર્યાને એક વરસ વીતી ગયેલ હોવા છતાં તેમને કોઈ નિમણુંકનો હૂકમ આપવામાં આવેલ નથી. આ રજૂઆતના અનુસંધાનમાં સક્ષમ વહીવટીતંત્ર દ્વારા શિક્ષકોએ કરેલી કોઈ જ રજૂઆતનો કોઈ જ પ્રત્યુત્તર નહી મળતા આખરે તેઓ કંટાળીને નામદાર હાઈકોર્ટ સમક્ષ વિશેષ દીવાની અરજી નંબર ૬૬૫૬/૨૦૧૩ની કરવી પડેલ. જેમાં, તેઓની મુખ્ય રજૂઆત હતી કે, પી.ટી.સી. ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોએ લોઅર લેવલ પાર્ટ-૧ ટેટની પરીક્ષા પણ પાસ કરેલ છે. જે પરીક્ષામાં અંદાજે ૧૨૭૦૦૦ ઉમેદવારો બેઠેલા. જેમાંથી ફક્ત ૪૦૨૯ ઉમેદવારો ઉત્તિર્ણ થયેલ હતા. જે બતાવે છે કે, ટેટની પરીક્ષા કેટલી બધી અધરી છે. આ ઉપરાંત, તેઓની મુખ્ય રજૂઆત હતી કે, સમગ્ર રાજ્યમાં ૫૦૦૦ કરતા પણ વધારે સંખ્યામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની જગ્યા ખાલી પડેલ છે તેમ છતાં, રાજ્ય સરકાર દ્વારા સક્ષમ લાયકાત ધરાવતા ઉમેદવારો હોવા છતાં છેલ્લા ચાર વરસ ઉપરાંતથી પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આ સંજોગોમાં અરજદારોએ તા.૪-૨-૨૦૧૩નાં રોજ સક્ષમ અધિકારી સમક્ષ રજૂઆત કરેલ છે અને જેના અનુસંધાનમાં રાજ્ય સરકારે કશો જ પ્રત્યુતર આપેલ નથી. તેના બદલે સમગ્ર પ્રશ્નો ફરીથી રાજ્ય સરકાર વિચારણામાં લે અને યોગ્ય નિર્ણય કરીને અરજદારોના ભરતી અંગેની કાર્યવાહીને આગળ ધપાવે તેવી અરજદારોની માંગણી છે. બંને પક્ષકારોની દલીલો સાંભળીને નામદાર હાઈકોર્ટ જજ કે.એમ.ઠાકરે અરજદારોએ કરેલ રજૂઆત સાંભળીને પ્રિન્સિપાલ સેક્રેટરી, શિક્ષણ વિભાગ તેમ જ ડાયરેક્ટર ઓફ પ્રાઈમરી એજ્યુકેશન, રાજ્ય સરકાર, ગાંધીનગરનાંઓને ત્રણ મહિનામાં નિર્ણય કરવા માટેનો હુકમ કરેલ છે. જેના અનુસંધાનમાં અરજદારોએ સક્ષમ અધિકારીઓ સમક્ષ નામદાર હાઈકોર્ટના હૂકમ મુજબ ફરીથી રજૂઆતની કાર્યવાહી કરેલ છે. અરજદારો તરફે વિ.વ.પી.જે.યાજ્ઞિાક હાજર રહ્યા હતા
Reviewed by UMATIYA ATAULLA on 03:11 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.