વિદ્યાસહાયક ભરતીમાં મેરીટ મેળવનારને કોલ લેટર અપાશે
ધો ૬ થી ૮માં ગણિત-વિજ્ઞાન વિષય માટેની : શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે : ભરતીમાં મેરિટ ૬૮.૭૫ ટકા કરતા વધુ મેળવનાર ઉમેદવારોને તક મળશે
:રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના ઉપક્રમે ધોરણ ૬ થી ૮ના ાસરે ૬૨૦૦ જેટલા ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અત્યારે પૂર્ણતાને આરે છે ત્યારે સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ભરતીમાં મેરીટ ૬૮.૭૫ ટકા સુધી અટકે તેમ છે એટલે કે ૬૮.૭૫ ટકા કરતાં વધુ મેરીટ ધરાવતા તમામ ઉમેદવારોને કોલ લેટર પાઠવવામાં આવશે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા અત્યારે વિદ્યાસહાયકો ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગના ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અરજીના આધારે પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારોનું મેરીટ લીસ્ટ બનાવી લેવામાં આવ્યું છે અને મેરીટ લીસ્ટના આધારે ટૂંક સમયમાં ઉમેદવારોને કોલ લેટર પાઠવવામાં આવશે. જેમાં સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ૬૮.૭૫ ટકા સુધીનું મેરીટ મેળવ્યું હોયતેવા તમામ ઉમેદવારોને કોલ લેટર પાઠવવામાં આવશે. કોલ લેટરમાં મેરીટના આધારે ઉમેદવારોને સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે તબક્કાવાર ગાંધીનગર જુની પીટીસી કોલેજ ખાતે બોલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા ધોરણ ૬ થી ૮ માટે આશરે ૬૨૦૦ જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે.

Reviewed by UMATIYA ATAULLA
on
06:47 PM
Rating:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો