DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

વિકલ્પવાળા શિક્ષકોની બદલી અંગે પ્રવર્તી રહેલા તર્ક-વિતર્ક
ભુજ, તા. 23 : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના શિક્ષકો પૈકી ઉચ્ચ પ્રા. વિભાગના ધો. 6થી 8ના શિક્ષકોના આવતીકાલે યોજાનારા બદલી કેમ્પ સુધી સિનિયોરિટીના પ્રશ્ર્નનું નિરાકરણ નહીં આવતાં સત્તાવાળાઓના વલણ પર મીટ મંડાઇ છે.
શિક્ષકવર્તુળોના જણાવ્યા અનુસાર કેટલાક શિક્ષકો અન્યાયના મુદ્દે અદાલતમાં ગયા છે, તેમના કેસમાં નવી મુદ્દત પડી છે. બીજી તરફ હવે આવતીકાલે ભુજમાં કેમ્પ યોજાઇ રહ્યો છે, ત્યારે અનેક સવાલ ઊઠ્યા છે.
વિકલ્પવાળા ઉચ્ચ પ્રા. શિક્ષકોની સિનિયોરિટી ગણાશે કે કેમ ? વળી વિકલ્પ લીધેલા શિક્ષકોને જે તે વખતે મૌખિક સૂચના પ્રમાણે સિનિયોરિટી ગણાશે તે આધારે વિકલ્પ લઇ ઉચ્ચ પ્રા. વિભાગમાં જનાર શિક્ષકોને સિનિયોરિટીના પ્રશ્ર્નોનું આજદિન સુધી નિરાકરણ ન આવતાં શિક્ષકોમાં નિરાશા ફેલાઇ છે.
વર્તુળોના જણાવ્યા અનુસાર 2010ની ભરતીવાળા નવા વિદ્યાસહાયકો ભુજ જેવા શહેરી મથકોએ આવી જશે અને જૂનાને અન્યાય થશે. ખરેખરઅદાલતના ચુકાદા સુધી બદલીના ઓર્ડર ઇશ્યુ ન કરવા જોઇએ.
Reviewed by UMATIYA ATAULLA on 06:39 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.