રાજ્ય સરકારના કર્મયોગીઓના મોંઘવારી ભથ્થામાં 8%નો વધારો
રાજ્ય સરકારના કર્મયોગીઓના મોંઘવારી ભથ્થામાં આઠ ટકાનો વધારો કરવામાં
આવ્યો છે. જેનો 1 લી જાન્યુઆરી 2013થી અમલ કરાયો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર
મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
કર્મચારીઓને આ મોંઘવારીભથ્થુ રોકડમાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના
કર્મચારીઓને કેન્દ્ર સરકારનાકર્મચારીઓની સમકક્ષ મોંઘવારી ભથ્થુ મળતું થશે.
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને હાલમાં મળતું 72 ટકા મોંઘવારી ભથ્થુ
વધીને80 ટકા થશે. જેમાં અંદાજે 4.86 લાખ કર્મચારીઓને તથા સેવામાંથી નિવૃત
થયેલા 3.77લાખ પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 8 ટકાના વધારાનો લાભ મળશે.
જેના પરિણામે રાજ્યની તિજોરી પર અંદાજે વાર્ષિક 1036 કરોડ રુપિયાનો વધારાનો
નાણાકિય બોજ પડશે."
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો