પ્રાથમિક શિક્ષણ આજે વર્ગખંડ પુરતુ મર્યાદિત નથી રહયું. આજે વર્ગખંડમાંના
બાળકોને તેના વર્ગશિક્ષક કે વિષય શિક્ષક [ એક] માત્રના જ જ્ઞાન , વિચારો
કે પ્રવ્રુત્તિઓથી પરિપુર્ણ કરી શકાતું નથી કારણ કે કોઇ એક એકમ
વર્ગખંડમાંના બધા જ બાળકોને તમે ઉપયોગ કરેલ સરળમાં સરળ પધ્ધતિ કે
પ્રવૃત્તિ ધ્વારા પણ પુરેપૂરી સમજ આપી શકતા નથી તે સમયે આપણને એમ થાય છે
કે “મેં તો ઘણું શીખવ્યું પણ વિદ્યાર્થીઓને આવડતું જ નથી!”પણ ત્યારે તમે
ખરેખર વિચાર કરજો કે, તમે પ્રયોજેલી પદ્ધતિ યોગ્ય હતી? અને જો હા! તો કોના
માટે? તે પધ્ધતિ કે પ્રવૃત્તિ સરળ હતી? તો કોના માટે? બાળકો માટે કે પછી
આપણા માટે ...... અમને એક વાર્તા યાદ આવે છે.... એક તળાવમાં ઘણી બધી
માછલીઓ અને એક દેડકો રહેતા, માછલીઓએ દેડકાને ભાઇ બનાવ્યો હતો. એક દિવસ... એક તળાવમાં ઘણી બધી માછલીઓ અને એક દેડકો રહેતા, માછલીઓએ દેડકાને ભાઇ બનાવ્યો હતો. એક દિવસ દેડકાએ માછલીઓને કહયું હું તળાવ બહારની દુનિયા જોવા જાઉં? માછલીઓ કહે “ના, તું અમારો એક્નો એક ભાઇ છે તારા વિના અમને ન ગમે. દેડકો ન માન્યો અને પાણી બહારની દુનિયા જોવા નિકળી ગયો, થોડા દિવસ પછી પાછો તળાવમાં આવ્યો ત્યારે બધી માછલીઓ ભેગી થઇ પાણી બહારનું પુછવા લાગી, ત્યારે દેડકાએ કહયું અરે! બહાર તો પ્રાણીઓ
પણ હોય છે? માછલીઓએ પુછ્યું ‘પ્રાણીઓ, કેવા પ્રાણીઓ? દેડકાએ કહયું “ તેને ચારપગ હોય ,એક પુંછડી હોય, માથે શિંગડા હોય. સમજી ગયા “ માછલીઓ કહે “ હા,ભાઇ સમજી ગયા. માછલીઓને કેટલી અને કેવી સમજ પડી ખબર છે?
.................પછી દેડકાએ કહ્યું "અરે, બહેનો બહાર તો માણસો પણ હોય છે.માછલીઓએ પુછ્યું ‘માણસો..., કેવા....માણસો? દેડકાએ કહયું "તેને બે હાથ હોય, બે પગ હોય ,પણ તે ઉભા ચાલે. સમજી ગયા? માછલીઓ કહે હા ભાઇ બરાબર સમજી ગયા. " માછલીઓને કેટલી અને કેવી સમજ પડી ખબર છે?............પછી દેડકાએ કહ્યું "અરે, બહેનો બહાર તો માણસો પણ હોય છે.માછલીઓએ પુછ્યું ‘માણસો..., કેવા....માણસો? દેડકાએ કહયું "તેને બે હાથ હોય, બે પગ હોય ,પણ તે ઉભા ચાલે. સમજી ગયા? માછલીઓ કહે હા ભાઇ બરાબર સમજી ગયા. " માછલીઓને કેટલી અને કેવી સમજ પડી ખબર છે?
જુઓ ચિત્ર નંબર-૨....
ચિત્ર-:૨ |
........કદાચ આવું જ બને છે આપણા વર્ગખંડમાં આમ આપણું ઘણું ખરું શૈક્ષણિક કાર્ય દેડકા જેવું અને બાળકોની સમજ માટેનું ‘મોડમ” માછલીઓ જેવું હોય છે, પરિણામે આપણી જે તે એકમ પાછળની અઢળક મહેનત રૂપી “Bluetooth” સર્ચિંગના અંતે “no any devices found” બતાવે
છે. આવું બનવાનું એક કારણ તો આપણે બાળકની સમજ શક્તિના સ્તરથી અજાણ એટલે કે
અંધારામાં હોઈએ છીએ અને તે સમજ બહારનું શૈક્ષણિક કાર્ય બાળકોને બંદુકની
ગોળી જેવું જ લાગતું હોય પરિણામે બાળક પાસે તે સમયે વર્ગખંડમાં બીજો કોઈ
રસ્તો ન હોય તો તે ફક્ત બચાવ પ્રયુક્તિ જ કરતો હોય છે જેને આપણે બાળકની ધ્યાનમગ્ન અવસ્થા સમજી બેસીએ છીએ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો