સરકારી ભરતીમાં CCCની સિસ્ટમ નાબૂદ કરવા કવાયત, સરકારે રિપોર્ટ મગાવ્યો
-નોકરીમાં અનિવાર્યતા અંગે સરકારે રિપોર્ટ મગાવ્યો
Harisinh Jadeja
ગાંધીનગર : સરકારી કર્મચારીઓ માટેની CCC પરીક્ષાની સિસ્ટમ જ હવે સરકારી નોકરીમાંથી દૂર થઈ જાય તે દિશામાં સરકારે વિચારણા શરૂ કરી છે. આ માટે હાલ ક્યા ક્ષેત્રમાં અને કેવી નોકરીમાં CCCની પરીક્ષાની અનિવાર્યતા નથી તે ચકાસીને રિપોર્ટ કરવા બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા મુખ્ય સચિવને કહેવાયું છે. સરકારને એવું પણ સૂચન મળ્યું છે કે નવા નોકરીમાં જોડાતા યુવાનો સામાન્ય રીતે કમ્પ્યુટરથી સારી રીતે વાકેફ હોવાથી CCCની જરૂરિયાત રહેતી નથી જેથી નવી ભરતીમાંથી પણ આ પ્રથા ટૂંક સમયમાં રદ થાય તેવી શક્યતા છે.

ફિક્સ પગારમાં
પાંચ વર્ષની નોકરી પૂર્ણ થઇ હોય અને CCCની પાસ ન કરી હોય તેવા કર્મચારીઓને
પણ હવે કાયમી કરવાનો નિર્ણય સરકારે બુધવારે સાંજે મળેલી કેબિનેટ બેઠકમાં
લીધો છે. કર્મચારીઓ માટે CCC માટે સરકાર એક પછી એક રાહત આપતી જાય છે. અગાઉ
પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયાં હોવા છતાં કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ ન
કરનારા કર્મચારીઓને કાયમી નિમણુક અપાતી નહોતી.
પોલીસ અને પ્રાથમિક શિક્ષકોનો એક મોટો વર્ગ તેના કારણે કાયમી નિમણૂક અને પગાર ભથ્થા સહિતના લાભથી વંચિત રહેતો હોવાની રજૂઆતો ઊઠી હતી. સમયસર પરીક્ષા ન યોજવાના કારણે અને ક્યાંક પૂરતા પ્રમાણમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા ન થવાથી મુશ્કેલીઓ પડતી હોવાની પણ રજૂઆતો કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો