Pages

શનિવાર, 23 ઑગસ્ટ, 2014

દેશભરની શાળાઓમાં મોબાઇલ ઝામર (મોબાઇલ ફોન સિગ્નલને રોકનાર) લગાડવાની તૈયારી

દેશભરની શાળાઓમાં મોબાઇલ ઝામર (મોબાઇલ ફોન સિગ્નલને રોકનાર) લગાડવાની તૈયારી
શાળાઓમાં મોબાઇલનો ઉપયોગ રોકવાનો સરકારનો પ્રયાસ : કેબિનેટ સચિવે ૨૭મીએ બોલાવી બેઠક : આ માટે કેબિનેટ સચિવે ૨૭મીએ માનવ સંશાધન વિકાસ મંત્રાલયના અધિકારીઓની એક બેઠક બોલાવી છે.
સુત્રોના જણાવ્‍યા પ્રમાણે બેઠકમાં તમામ શાળાઓમાં કાયમી સ્‍વરૂપે ઝામર લગાવવાનો નિર્ણય લેવાય શકે છે. આ બેઠકમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલય, માહિતી અને ટેકનોલોજી મંત્રાલય, દિલ્‍હી સરકાર તથા રાજયોના પ્રતિનિધીઓ અને સીબીએસઇના ઓફીસરોને પણ બોલાવવામાં આવ્‍યા છે.
સામાન્‍ય રીતે પ૦ મીટરના દાયરામાં મોબાઇલ ફોન સિગ્નલને રોકનાર ઝામર ૨૦ થી ૨પ હજાર રૂપિયામાં મળે છે. શાળાઓ માટે તે લગાડવાનું બહુ મોંઘુ નહી ગણાય.
મોબાઇલ ઝામર લગાવવાથી પરીક્ષા ઉપરાંત બીજી કેટલીક ગેરરીતીઓ પણ અટકાવી શકાશે.
શાળાઓમાં મોબાઇલનો દુરૂપયોગ ડામવા માટે હવે  સરકારે કમર કસી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો