Pages

મંગળવાર, 17 ડિસેમ્બર, 2013

GUNOTSAV NEWS


શિક્ષણાધિકારીઓ ગામડે-ગામડે જઇ શાળાની ખામીઓ-ખૂબીઓ જાણશે શિક્ષણનું સ્તર વધુ ઉંચુ લાવવા ટુંક સમયમાં ફરી ગુણોત્સવઃ સારૂ હોય એને બિરદાવો, નબળુ હોય ત્યાં ટપારો : ભૂપેન્દ્રસિંહનો આદેશ રાજકોટ તા. ૧૭ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શિક્ષણનું સ્તર ઉચુ લાવવા કમર કસી છે. દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજતી સરકાર દ્વારા ટુંક સમયમાં ફરી ગુણોત્સવ યોજાનાર છે. ગુણોત્સવ સિવાયના સમયગાળામાં નિયમીત રીતે શાળાઓની મુલાકાત લેવા શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દરેક જીલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સુચના આપી છે. શ્રી ચુડાસમાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે દરેક ગામની શાળામાં શૈક્ષણિક હેતુથી ગામના આચાર્ય, સરપંચ અને અગ્રણીઓની શાળા વ્યવસ્થાપંન સમિતી બનાવવામાં આવી છે. દરેક શિક્ષણાધિકારીને અવારનવાર જુદા જુદા ગામોની મુલાકાત લઇ આ સમિતીના સભ્યો સાથે તેમજ શિક્ષણ ઉત્કર્ષમાં રસ ધરાવતા લોકો સાથે બેઠક યોજવા સુચના આપવામાં આવી છે. શિક્ષકોની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, શાળાનું પરિણામ, ઇતર પ્રવૃતિઓ, ભૌતિક સુવિધા વગેરે દ્રષ્ટિએ મુલ્યાંકન કરવા જણાવાયુ છે. શિક્ષણાધિકારીઓ તેમની મુલાકાતના આધારે સરકારને અહેવાલ આપશે. સરકાર અહેવાલનો અભ્યાસ કરી જરૂરી પગલા લેશે. અધિકારીઓની આ પ્રકારની મુલાકાતથી શાળામાં અને ગામમાં સારી અસર જોવા મળશે. કોઇ શાળામાં કઇ કચાસ હોય તો સુધારવાની તક મળશે. સારી પ્રવૃતિને પ્રોત્સાહિત કરી શકાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો