પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)
Pages
▼
શનિવાર, 20 એપ્રિલ, 2013
અનામત ઉમેદવારની મેરિટથી ઓપનના બદલે અનામતમાં જ નિમણૂક ગેરકાયદે અમદાવાદ, તા.૧૯
ગુજરાતમાં વિદ્યાસહાયકોની ૨૦૧૧માં થયેલી ભરતીમાં અનામત કક્ષાના સંબંધિત
ઉમેદવારોનીભરતી પ્રક્રિયા ગેરકાયદે જાહેર કરતાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને
પડકારતી ગુજરાત સરકાર દ્વારા કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલ જસ્ટિસ જયંત પટેલ
અને જસ્ટિસ મોહિન્દર પાલની ખંડપીઠે આકરા વલણ સાથે ફગાવી દીધી છે.
હાઇકોર્ટની ખંડપીઠે વિદ્યાસહાયકોની ભરતીમાં અનામતના ઉમેદવારને મેરિટના
ધોરણે જનરલના બદલે અનામતમાં નિમણૂંક આપવાના સરકારના કૃત્યને ગેરકાયદે અને
ગેરબંધારણીય ઠરાવતા સીંગલ જજના ચુકાદાને બહાલ રાખ્યો હતો. ખંડપીઠે પોતાના
સીમાચિહ્નરૂપ અને માર્ગદર્શક ચુકાદામાં ઠરાવ્યું હતું કે , મેરિટના
ધોરણેજનરલમાં નિમણૂંક પામતા અનામત ઉમેદવારને જનરલમાં નહી ગણી , અનામતમાં
ગણવા એ ગેરકાયદે, ગેરબંધારણીય અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતોની
વિરૂધ્ધની બાબત ગણાય. હાઇકોર્ટે પ્રથમદર્શનીય રીતે એવો અભિપ્રાયવ્યકત કર્યો
હતો કે , પ્રસ્તુત કેસમાં રાજ્ય સરકાર દ્વારા અનામત નીતિ અને તેની
જોગવાઇઓનો દેખિતી રીતે જ ભંગ થયો છે. *. ગુજરાત સરકારની અપીલ હાઇકોર્ટે ફગાવી : અનામતના મુદ્દે હાઇકોર્ટની ખંડપીઠે સિંગલ જજનો હુકમ બહાલ રાખ્યો
*. વિદ્યાસહાયકોની નિમણૂકો કે અન્ય ભરતીમાં ચુકાદાના માર્ગદર્શક
સિદ્ધાંતોને અનુસરવા હાઇકોર્ટની સ્પષ્ટ તાકીદ *. મેરિટના ધોરણે અનામતના
ઉમેદવારને જનરલમાં નહિ ગણવાનો વિવાદ હાઇકોર્ટે વિદ્યાસહાયકોની નિમણૂંકો
કે અન્ય ભરતીમાં અનામત નીતિના મુદ્દે સ્પષ્ટ કરાયેલા કાયદાના આ પ્રસ્થાપિત
સિધ્ધાંતોનેઅનુસરવા અને તેનું પાલન કરવા પણ રાજય સરકારને સ્પષ્ટ તાકીદ કરી
હતી. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે , અનામત કક્ષાના ઉમેદવારનેમેરિટના ધોરણે
જનરલમાં નિમણૂંક આપી શકાય તેમ હોવાછતાં તેઓને અનામતમાં નહી ગણવા એ કાયદાના
પ્રસ્થાપિત સિધ્ધાંતો અને બંધારણીય જોગવાઇઓ વિરૂધ્ધની બાબત કહી
શકાય.હાઇકોર્ટે આ બાબતે સરકારને સ્પષ્ટ તાકીદ કરતાં જણાવ્યું હતું કે ,
એકવાર અનામત કક્ષાનો ઉમેદવાર મેરિટોરીયસ રિર્ઝવ કેન્ડીડેટ(એમઆરસી) હોવાથી
તેને જનરલમાં નિમણૂંક અપાયા બાદ અન્ય બધી જ બાબતો(નોકરી , પ્રવેશ કે બદલી)
માટે તે જનરલ કેટેગરીમાં જ ગણાય. હાઇકોર્ટે વિદ્યાસહાયકોની ભરતી/નિમણૂંક
પ્રક્રિયા હાથ અનામત ધરવા સંદર્ભે ચુકાદામાં કેટલાક મહત્વના નિર્દેશો અને
માર્ગદર્શક સિધ્ધાંતો પ્રસ્થાપિત કર્યા હતા અને તેને અનુસરવા સરકારને તાકીદ
કરી હતી. અનામત કક્ષાના ઉમેદવારોની નિમણૂંક પ્રક્રિયામાં રાજ્ય સરકાર
દ્વારા અપનાવાયેલી મનઘડંત પદ્ધતિનો વિરોધ કરતાં મૂળ અરજદાર જાગૃતિબહેન
અસોદિયા તથા અન્યો તરફથી એડવોકેટ દિગંત પી.જોષીએ જણાવ્યું હતું કે , અનામત
કક્ષાના ઉમેદવાર કે જેઓ મેરિટના ધોરણે જનરલમાં નિમણૂંક પામ્યા હોય તેઓને
નોકરીના સ્થળ પસંદગી વખતે ફરીથી અનામતમાં ગણવાની બાબત ગેરકાયદે અને
બંધારણની જોગવાઇઓથી વિરૂધ્ધની છે. કારણ કે , તેનાથી બીજા અનામત કક્ષાના
ઉમેદવારોને અન્યાય થાય. અત્યારસુધી વિદ્યાસહાયકોની નિમણૂંકો કે ભરતી
પ્રક્રિયામાં ગુજરાત સરકાર દ્વારા સરેઆમ અનામત નીતિનો છેદ ઉડાડીદેવાય છે
તેમ જ સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા , બંધારણીય જોગવાઇ અને કાયદાના
પ્રસ્થાપિત સિધ્ધાંતોને નેવે મૂકી મનસ્વી અર્થઘટન કરી અનામત ઉમેદવારોને
અન્યાય થઇ રહ્યો છે ત્યારે સિંગલ જજે આ મુદ્દા પર આપેલો ચુકાદો બિલકુલ
યોગ્ય અને કાયદેસર ઠરેછે. તેથી ખંડપીઠે રાજ્ય સરકારની અપીલ ફગાવી દેવી
જોઇએ. અગાઉ જસ્ટિસ અનંત એસ.દવેએ મહત્ત્વપૂર્ણ ચુકાદો જાહેર કરી
ગુણવત્તાનાઆધાર પર જનરલ કેટેગરીમાં નોકરી પામી શકે તેવા ઉમેદવારોને અનામત
કેટેગરીમાં નિમણૂક આપી દેવાનું સરકારનું કૃત્ય ગેરકાયદે અને અયોગ્ય
ઠરાવ્યું હતું. વધુમાં , જે અનામત ઉમેદવારોને મેરિટ(ગુણવત્તા)ના ધોરણે
જનરલમાં નહીં ગણીને અનામતમાં નિમણૂક અપાઇ છે તેઓની નોકરી ડિસ્ટર્બ ના કરવા
પરંતુ તેઓની નિમણૂક પ્રક્રિયા ફરીથી હાથ ધરવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો
અને ત્યારબાદઅનામત કક્ષાના બાકી રહી ગયેલા ઉમેદવારોની નિમણૂક પ્રક્રિયા
હાથ ધરવા હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ રાજ્ય સરકાર દ્વારા કરાયેલીઅપીલ
હાઇકોર્ટની ખંડપીઠે એડમિશનના તબક્કે જ ફગાવી દીધી હતી અને સિંગલ જજના
હુકમને કાયમ રાખ્યો હતો. વિદ્યાસહાયકોની નિમણૂકમાં અન્યાયનો કેસ શું હતો ? અનામત ઉમેદવારો તરફથી એડવોકેટ દિગંત પી.જોષીએ જણાવ્યું હતું કે , ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા
STANDARD-5-6-7-8- NU PARINAM PATRAK
જવાબ આપોકાઢી નાખોhttps://www.dropbox.com/sh/dzook9ca2bmwbaz/1ljIGiWQSb
https://www.dropbox.com/sh/dzook9ca2bmwbaz/1ljIGiWQSb
જવાબ આપોકાઢી નાખો